મહુવા સુગર ફેકટરી દ્વારા શેરડીની ખેતી કરતા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું.

  


આજ રોજ તારીખ 16 /04/2023 ને રવિવારના શુભ દિને  મહુવા સુગર ફેકટરી દ્વારા  શેરડીની ખેતી કરતા ખેડૂતોનું ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાનશ્રી ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ. , પ્રદેશ પ્રમુખ  શ્રી સી.આર.પાટીલ સાહેબ , મહુવા સુગર ફેક્ટરીના  ચેરમેન શ્રી માનસિંહભાઈ , મહુવા ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધોડિયા ઉપસ્થિત રહ્યા હતા.  આત્મા પ્રોજેક્ટ મહુવા  દ્વારા વિવિધ  સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર, સણવલ્લા તા.મહુવા જી.સુરતના વેચાણ કેન્દ્રએ પણ સ્ટોલમા  ભાગ લીધી હતો. સ્ટોલમાં ગાયના પંચગવ્યમાંથી બનતી વિવિધ પ્રોડોક્ટો,(સાબુ,કેશતેલ,માલીશતેલ,ધૂપ, ગોબર દીપ,દેશીગાય આધારીત  કિટનિયત્રકૉ  ધન જીવામૃત ,........) તેમજ પ્રાકૃતિક શાકભાજી , કેરી વગેરે  પ્રદર્શની તેમજ વેચાણ માટે મૂકેલું હતું ,નંદનવન સ્ટોલનું સફળ સંચાલન   હર્ષભાઈ  ભરતભાઈ પટેલ અને વિશાલભાઈ જે. વસાવાએ કર્યું હતુ. 


No comments:

Powered by Blogger.