ચીખલી વ્હોરા સમાજ દ્વારા પવિત્ર રમઝાન માસ અને ધર્મગુરુના જન્મદિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો સાથે વિચારગોષ્ઠિ ગોઠવવામાં આવી.

    


ખેરગામ : ૨૦|૦૪|૨૦૨૩

             નાનકડા પણ શાંતિપ્રિય,શિસ્તબદ્ધ,લાગણીશીલ અને દેશભક્તએવા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો.સૈયદના મુક્કદલ સૈફુદીનજીના 80મા જન્મદિવસની ઉજવણી અને રમઝાન માસની મોટી રાતનાં પ્રસંગ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજ્યની ટીમને ચીખલી દાઉદી વ્હોરા સમાજ તરફથી લાગણીશીલ આમંત્રણ પ્રાપ્ત થતાં સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયા અને સમસ્ત આદિવાસી સમાજ,નવસારી જિલ્લાના પ્રમુખશ્રી ડૉ.નિરવ ભુલાભાઇ પટેલ અને ખેરગામની ટીમના મીંટેશભાઈ,કીર્તિભાઈ,મુકેશભાઇ,કાર્તિક,મયુર સહિતનાઓ એમની ખુશીઓમાં સહભાગી બન્યા.વ્હોરા સમાજના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી અને અત્તર લગાડી ગુલદસ્તો અને કુલદાનીઆપી ભભકાદાર સ્વાગત કરવામાં આવ્યું.અને આદિવાસી સમાજ દ્વારા વ્હોરા સમાજના આગેવાનોનું આદિવાસી ફેંટા અને કુલછોડ આપી બહુમાન કરાયું હતું.આશરે એક કલાક સુધી બંને સમાજના આગેવાનો વચ્ચે ઘણીબધી લાગણીશીલ ચર્ચાઓ અને ઘણીબધી બૌદ્ધિક સમાજોપયોગી તાર્કિક વાતો થઇ હતી. કાર્યક્રમનું સફળ આયોજન ચીખલી વ્હોરા સમાજના પ્રેસિડેન્ટ સબ્બીરભાઇ, સેક્રેટરી જુજારભાઈ બુહારીવાલા, મહંમ્મદભાઇ સહિતના અન્ય આગેવાનોએ કર્યું હતું અને તમામ આગેવાનો એક નવી હકારાત્મક ઉર્જા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમા છુટા પડ્યા હતાં. 





No comments:

Powered by Blogger.