સુરત જિલ્લા મહુવા તાલુકાના ખેડૂત તાલીમ શિબિરનું આયોજન નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લા તા.મહુવા જી.સુરત મુકામે કરવામાં આવ્યું.
સુરત જિલ્લા મહુવા તાલુકાના ખેડૂત તાલીમ શિબિરનું આયોજન નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લા તા.મહુવા જી.સુરત મુકામે કરવામાં આવ્યું.
આજ રોજ તારીખ 16/08/2024 ના દિને મહુવા તાલુકાના ખેતીવાડી વિભાગ અને. બાગાયત વિભાગ ના સંયુક્ત ઉપક્રમે. NFSM (Oil Seed) યોજના અંતર્ગત મહુવા તાલુકા ના ખેડૂત તાલીમ શિબિરનું આયોજન નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લા તા.મહુવા જી.સુરત મુકામે રાખવા માં આવ્યો હતો. જેમાં સુરત જીલ્લા મદદનીશ ખેતી નિયામક શ્રી અમિતભાઈ પટેલ , બાગાયત અધિકારી શ્રી મહુવા ઉમેશભાઈ ચૌહાણ, સણવલ્લા ગામના સરપંચ શ્રી રીટાબેન , ત.ક.મંત્રી શ્રી રાકેશભાઈ મોદી, પ્રાકૃતીક ખેતી માસ્ટર ટ્રેનર જિજ્ઞાંશુભાઈ ભરતભાઈ પટેલ,હર્ષભાઈ ભરતભાઈ પટેલ, વિસ્તરણ અધિકારી ખેતી વિંકલબેન ,મહુવા તાલુકાના ગ્રામ સેવક મિત્રો તેમજ મહુવા તાલુકા ના જુદા જુદા ગામ માંથી પધારેલ 50 જેટલા ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન બાગાયતની વિવિધ યોજનાઓ, ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ, આપણા તાલુકામા તેલીબિયાં પાકોનું મહત્વ, તેમજ પ્રાકૃતિક કૃષિ જેવા વિવિધ વિષય પર ચર્ચા કરવામાં આવી. સાથે મોડેલ ફાર્મ વિઝીટ ,
તેમજ પાક સંગ્રહ સ્ટકચર (ગોડાઉન) યોજનાના લાભાર્થી ખેડૂતોને મંજૂરી પત્રક આપવામાં આવ્યા હતાં . સાથે. સાથે. ડિજિટલ ક્રોપ સર્વે ના સર્વેયર મિત્રોને ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યુ હતું
સુરત જીલ્લાના મહુવા તાલુકા ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લાતા.મહુવા-જી.સુરત પર સફળતા પૂર્વક કાર્યક્રમનું આયોજન થયું.
No comments: